એફએસબીએ રશિયા-ક્રિમીઆ-યુક્રેનને જોડતા એકમાત્ર પુલ પર બોમ્બ વિસ્ફોટના સંબંધમાં આઠ શકમંદોની અટકાયત કરી છે. વિસ્ફોટ બાદ પુલ પરથી પસાર થતા ઓઈલ ટેન્કર સહિત અનેક વાહનોમાં આગ લાગી હતી.
રશિયાની એફએસબી સુરક્ષા એજન્સીએ શનિવારે રાત્રે થયેલા હુમલાને યુક્રેનનો આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેનો આ પુલ રશિયન સેના માટે લોજિસ્ટિક્સ પરિવહનનું મુખ્ય માધ્યમ છે. પુલ પર હુમલા બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો ફરી કર્યો છે. ઘણા શહેરોમાં બોમ્બ ફેંકવામાં આવ્યા છે.
ક્રિમીઆના ગવર્નર સેરગેઈ અક્સિઓનોવે જણાવ્યું હતું કે પુલ પર ટ્રેનોની અવરજવર શનિવારની મોડી સાંજે જ શરૂ થઈ હતી અને બે પેસેન્જર ટ્રેનો રવાના થઈ હતી. જ્યારે રવિવારે ફેરી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિજનું ટૂંક સમયમાં સમારકામ કરીને તમામ વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પુલ રશિયા માટે એટલો મહત્વપૂર્ણ છે કે પુતિન પોતે તેના ઉદ્ઘાટનમાં સામેલ થયા હતા.રશિયાએ ક્રિમીયા બ્રિજ બ્લાસ્ટના આઠ શકમંદોની ધરપકડ કરી, બ્લાસ્ટને યુક્રેનનો આતંકવાદી હુમલો ગણાવ્યો