Connect Gujarat
દુનિયા

રશિયા-યૂક્રેન યુદ્ધઃ રશિયન કોર્ટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને 26 દિવસ થઇ ચૂક્યા છે. દુનિયાના વધુ પડતા દેશ રશિયાને બૉયકોટ કરી ચૂક્યા છે.

રશિયા-યૂક્રેન યુદ્ધઃ રશિયન કોર્ટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ
X

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને 26 દિવસ થઇ ચૂક્યા છે. દુનિયાના વધુ પડતા દેશ રશિયાને બૉયકોટ કરી ચૂક્યા છે. તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે રશિયાએ પોતાના દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રશિયાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને ઉગ્રવાદી સંગઠન ગણાવ્યું છે. રશિયાની એક કોર્ટે મેટાને ચુકાદો સંભળાવ્યો કે ઉગ્રવાદી ગતિવિધિઓને ધ્યાને રાખીને તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તાત્કાલિક અસરથી રોક લગાવી. રશિયન કોર્ટે આ ચુકાદો એવા સમયે સંભળાવ્યો છે જ્યારે વધુ પડતી કંપનીઓ દેશ છોડીને જઇ રહી છે.

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાની સરકારે મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે હાલ યુટ્યૂબ અને ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ થઇ રહ્યો છે. કેટલાક દેશોના રશિયા પર આર્થિક પ્રતિબંધોની જાહેરાત બાદ દેશની સૌથી મોટી ડેરી કંપની Danone, કોકા કોલાએ પોતાનો બિઝનેસ સમેટવાનું એલાન કરી દીધું છે. બૂટ બનાવનારી અમેરિકન કંપની Nike અને હોમ ફર્નિશિંગથી જોડાયેલી સ્વીડિશ કંપની Ikea પણ રશિયામાં પોતાના સ્ટોર અસ્થાઈ રીતે બંદ કરવાનું એલાન કરી ચૂકી છે.

Next Story