રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી મોટી જાહેરાત, જ્યાં સુધી PM મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી કોઈ હુમલો નહીં કરવામાં આવે

દુનિયા | Featured | સમાચાર, PM મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ શુક્રવારે યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા.

New Update
content

PM મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ શુક્રવારે યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા હતા. આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને નેતાઓ હાથ મિલાવ્યા બાદ એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં છે ત્યાં સુધી ત્યાં કોઈ હુમલો નહીં કરવામાં આવે. રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે માનવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં પીએમ મોદીની મુલાકાત ઘણી મહત્વની હોઈ શકે છે. પોલેન્ડથી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ હયાત હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Latest Stories