રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. CNN મુજબ, પુતિને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ટ્રમ્પે એક મોટી પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ હજુ પણ સુરક્ષિત નથી.ટ્રમ્પને રોકવા માટે ઘણી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બે વખત જીવલેણ હુમલા પણ થયા હતા. તેઓએ હજુ પણ સાવધ રહેવું પડશે. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. ઘણા મોટા નેતાઓની હત્યા કરવામાં આવી હતી. આશા છે કે ટ્રમ્પ આ સમજતા હશે.ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જ્યારે ટ્રમ્પ પેન્સિલવેનિયામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આમાં તેમને થોડી ઈજા થઈ હતી. આ પછી સપ્ટેમ્બરમાં બીજી ઘટનામાં એક વ્યક્તિએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.