/connect-gujarat/media/media_files/2024/11/28/0lShneO3g13JBOKOyv69.jpg)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે 2020માં ટ્રમ્પ પાસેથી જીત છીનવી લેવામાં આવી હતી.અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે જો બાઈડનની જગ્યાએ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ શરૂ ન થયું હોત.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)ને તેલની કિંમતો ઘટાડવા માટે કહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે આનાથી રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકાય છે.સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સમિટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલતા ટ્રમ્પે ત્રણ વર્ષ સુધી ચાલેલા યુક્રેન યુદ્ધ માટે OPEC+ દેશોના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું હતું.આ સિવાય ટ્રમ્પે નોર્થ કેરોલિનામાં પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન પણ ફરીથી આ વાત જણાવી હતી.