એરપોર્ટ પર બે વિમાન અથડાયા, મુસાફરોના જીવ તાળવે ચોંટયા

હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઈન્સનું એક વિમાન બીજા વિમાન સાથે અથડાયું. હો ચી મિન્હ સિટી જઈ રહેલું બોઈંગ 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું ત્યારે તે પાર્ક કરેલી એરબસ A321 સાથે અથડાયું. 

New Update
plane accident

હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઈન્સનું એક વિમાન બીજા વિમાન સાથે અથડાયું. હો ચી મિન્હ સિટી જઈ રહેલું બોઈંગ 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું ત્યારે તે પાર્ક કરેલી એરબસ A321 સાથે અથડાયું. 

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી લોકો ડરી ગયા છે. આ દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે જે તમને ડરાવી દેશે. વાસ્તવમાં, હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઈન્સનું એક જેટ વિમાન તેના જ કાફલાના બીજા વિમાન સાથે અથડાયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે બપોરે 2 વાગ્યે બની હતી. આનો એક વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં સપષ્ટ દેખાય છે કે કી રીતે આ ઘટના બની.. મહત્વનું છે કે વિમાનની પાછળની ટેલ સાથે આ અકસ્માત બન્યો છે.

ખરેખર, VnExpress અનુસાર, હો ચી મિન્હ સિટી જતું બોઈંગ 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું. આ દરમિયાન, તે પાર્ક કરેલી એરબસ A321 સાથે અથડાઈ ગયું. ટેક્સીની હરોળમાં ઉભેલું આ વિમાન ડીએન બિએન માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે કોઈ આ વીડિયો જોઈ રહ્યું છે તે અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનો જમણો પાંખ એરબસના ટેઇલ સ્ટેબિલાઇઝર સાથે અથડાતો જોવા મળે છે. આ દરમિયાન એરબસની ટેઇલ તૂટી ગઈ હતી, જેનો કાટમાળ ટાર્મેક પર ફેલાયેલો જોવા મળ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે એરબસ યોગ્ય રીતે પાર્ક કરવામાં આવી ન હતી. જેના કારણે આ ટક્કર થઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટક્કરમાં બોઇંગની પાંખને નુકસાન થયું છે. બંને વિમાનોને ઉડતા અટકાવવામાં આવ્યા છે. બંને વિમાનોના મુસાફરોને વૈકલ્પિક માધ્યમથી તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે એરબસ યોગ્ય રીતે પાર્ક કરવામાં આવી ન હતી. જેના કારણે આ ટક્કર થઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટક્કરમાં બોઇંગની પાંખના ભાગને નુકસાન થયું છે. બંને વિમાનોને ઉડાન ભરવાથી રોકવામાં આવ્યા છે. બંને વિમાનોના મુસાફરોને વૈકલ્પિક માધ્યમથી તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા હતા.

World | Boeing | Plane Collision

 

Latest Stories