અમેરિકાના જ્યોર્જિયામાં સ્કૂલમાં ગોળીબાર,4 લોકોમાં મોત-30 ઘાયલ

દુનિયા | Featured | સમાચાર, અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update
usa

અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સ્કૂલ વિન્ડર શહેરમાં છે, જે રાજધાની એટલાન્ટાથી 70 કિમી દૂર છે.ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે બની હતી.

પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી સ્કૂલનો વિદ્યાર્થી હોઈ શકે છે. જો કે હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.તપાસ એજન્સી એફબીઆઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે હોમલેન્ડ સિક્યોરિટી એડવાઈઝર લિઝ શેરવુડ-રેન્ડલે રાષ્ટ્રપતિને ઘટના અંગે જાણકારી આપી હતી.

Latest Stories