/connect-gujarat/media/media_files/2025/06/10/g0lO1qGFDwcu0aTWpkl3.jpg)
ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં મંગળવારે તારીખ 10મી જૂનના રોજ એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ગોળીબાર કરનાર વ્યક્તિ વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ગોળીબારનો ભોગ બનેલા લોકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જોકે, શંકાસ્પદ હુમલાખોર એક વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેણે ગોળીબાર બાદ આત્મહત્યા પણ કરી હતી. તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો.
ગ્રાઝ શહેરમાં બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યાર બાદ આ વિદ્યાર્થીએ વોશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.