Connect Gujarat
દુનિયા

USની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં થયો ગોળીબાર, 2નાં મોત, બે લોકો કસ્ટડીમાં

USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા,

USની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં થયો ગોળીબાર, 2નાં મોત, બે લોકો કસ્ટડીમાં
X

USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એકની ઉંમર 19 વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના વર્જિનિયાના રિચમંડ વિસ્તારમાં આવેલા મનરો પાર્કમાં સાંજે લગભગ 5.15 વાગ્યે બની હતી. શૂટિંગના થોડાં સમય પહેલા પાર્કમાં આવેલા અલ્ટ્રિયા થિયેટરમાં હાઇસ્કૂલની ગ્રેજ્યુએશન સેરેમની શરૂ થઇ હતી. આ પાર્ક વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના કેમ્પસમાં છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. જેમાં 18 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

Next Story