જાપાનથી એક વિચિત્ર કિસ્સો
એક માણસે અંતિમ સંસ્કારના ખર્ચથી બચવા માટે તેના પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી કબાટમાં રાખ્યો, જ્યારે પોલીસે આરોપીના ઘરની તપાસ કરી, ત્યારે તેના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે, અને મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, નોબુહિકો સુઝુક ટોક્યોમાં એક ચાઇનીઝ રેસ્ટોરન્ટના માલિક છે. નોબુહિકોનું રેસ્ટોરન્ટ છેલ્લા અઠવાડિયાથી બંધ હતું, અને તેનો કોઈ પત્તો નહોતો. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ પોલીસને તેની જાણ કરી, જ્યારે પોલીસ નોબુહિકોના ઘરે પહોંચી, ત્યારે તેઓ કબાટની અંદર તેના પિતાનું હાડપિંજર જોઈને ચોંકી ગયા, જ્યારે પોલીસે નોબુહિકોને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ શરૂ કરી, ત્યારે તેણે આખી સત્યતા જાહેર કરી. નોબુહિકોએ પોલીસને જણાવ્યું કે, "તેમના 86 વર્ષીય પિતાનું જાન્યુઆરી-2023માં અવસાન થયું હતું. તેમનું મૃત્યુ શા માટે અને કેવી રીતે થયું તે સ્પષ્ટ નથી, જ્યારે નોબુહિકો કામ પરથી પાછો ફર્યો, ત્યારે તેણે જોયું કે, તેના પિતાએ આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.
" અહેવાલ મુજબ, 56 વર્ષીય નોબુહિકોએ કહ્યું કે, તેમના પિતાના અંતિમ સંસ્કારનો ખર્ચ ઘણો મોટો હતો. તેથી તેણે મૃતદેહને કબાટમાં છુપાવી દીધો હતો. શરૂઆતમાં નોબુહિકોને ખૂબ ખરાબ લાગ્યું, પણ પછીથી તેણે વિચાર્યું કે, તે તેના પિતાના મૃત્યુ માટે જવાબદાર નથી. એટલા માટે તેઓએ મૃતદેહને બહાર કાઢ્યો નહીં. પોલીસે નોબુહિકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેના પિતાના મૃત્યુનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, નોબુહિકોએ તેમના પિતાનું પેન્શન પડાવી લેવા માટે તેમના મૃત્યુની વાત ગુપ્ત રાખી હતી. જોકે, પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.