/connect-gujarat/media/media_files/2025/01/29/V9W5V6QRoeDYmF2Shg8z.jpg)
શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. આ તમામ ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક માછીમારી કરવા ગયા હતા. આ ટાપુઓ શ્રીલંકાના નિયંત્રણ હેઠળ છે. આ માછીમારોને શ્રીલંકાની જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ગોળીબારને ગંભીર ગણીને ભારત સરકારે શ્રીલંકાના કાર્યકારી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું અને આ ઘટના અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ હોસ્પિટલમાં ઘાયલ માછીમારોને મળ્યા હતા અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી. તેમણે માછીમારો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડી છે.