સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશ સ્ટેશન પર લઈ જનાર સ્ટારલાઈનર અવકાશયાન પૃથ્વી પર પરત ફર્યુ છે. સ્ટારલાઈનર અવકાશયાન ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું.
જો કે આ સ્પેસક્રાફ્ટ દ્વારા સ્પેસ સ્ટેશન પર પહોંચેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે હવે ત્યાં જ રોકાવું પડશે, બંને અવકાશયાત્રીઓ નાસાના ક્રૂ 9 મિશનનો ભાગ છે અને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે.
5 જૂનના રોજ, જ્યારે સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓ સાથે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું,ત્યારે તકનીકી ખામીને કારણે તે સમયસર પરત ફરી શક્યું ન હતું. નાસા, બોઇંગ સાથે મળીને, સ્ટારલાઇનર બનાવનાર કંપનીએ નક્કી કર્યું કે તેઓ સ્ટારલાઈન માંથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા નહીં લાવશે.
જોકે બોઇંગને વિશ્વાસ હતો કે તેનું અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરવા સક્ષમ છે, પરંતુ નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીનું પરત ફરવું 'જોખમી' ગણાવ્યું હતું. અંતે, 3 મહિના પછી, બોઇંગનું સ્ટારલાઇનર પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતારવામાં સફળ રહ્યું હતું.