ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા, 4 લોકોના મોત,35 લોકોથી વધુ ઘાયલ

ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે. રઝાવી ખોરાસન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતો. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયાની વિગતો સામે આવી

New Update
Strong

ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે. રઝાવી ખોરાસન પ્રાંતના કાશ્મીર કાઉન્ટીમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતો. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયાની વિગતો સામે આવી છે.

ભૂકંપની માહિતી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસને કાશ્મીર કાઉન્ટી વિસ્તારમાં સર્ચ ડોગ્સ સાથે 5 ટીમ મોકલી છે. તો બીજી તરફ 6000 લોકોને સમાઈ શકે તેટલી ક્ષમતાવાળા ત્રણ ઈમરજન્સી શેલ્ટર પણ બનાવવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપ બાદ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં કેટલીક ઈમારતો તેમજ અનેક રસ્તાઓને નુકસાન થયું છે.
Latest Stories