પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 26નાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે એ પહેલાં જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલાખોરનો મામલો જણાય છે. આ અંગે તપાસ ચાલુ છે.બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે.
બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઈન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે. સ્ટેશન પર ભીડને જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.