/connect-gujarat/media/post_banners/c14f21628ff660bf4320fdba8b61048765c7a2b1bf2b4fa3e6f94c5529c262ff.webp)
ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનના એક ટોચના પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે ચીની નાગરિકોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પાંચ લોકો માર્યા ગયા હતા. હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
પ્રાદેશિક પોલીસ વડા મોહમ્મદ અલીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ચીની એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી હતી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુમાં તેમના કેમ્પ જઈ રહ્યા હતા.