પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 23 ના મોત

પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે.

New Update
પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 23 ના મોત

પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના દરબન વિસ્તારમાં પાકિસ્તાની સેના પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 23 લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો અને સુરક્ષા દળોની ચેકપોસ્ટને નિશાન બનાવી. પાકિસ્તાન આર્મીના મીડિયા યુનિટ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું કે 12 ડિસેમ્બર, મંગળવારની વહેલી સવારે 6 આતંકવાદીઓએ હુમલો કર્યો.

વાસ્તવમાં સુરક્ષા દળોએ ચોકીમાં ઘૂસવાના આતંકવાદીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી જ આતંકીઓએ આત્મઘાતી હુમલાની રણનીતિ અપનાવી. તેઓએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેક પોસ્ટમાં ઘુસાડ્યું અને આત્મઘાતી બોમ્બથી હુમલો કર્યો.

Latest Stories