પાકિસ્તાન : ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે ન્યૂઝરૂમ ધ્રૂજવા લાગ્યો, તેમ છતાં પાકિસ્તાની એન્કર લાઈવ ન્યૂઝ વાંચતો રહ્યો.!

21 માર્ચની રાત્રે પાકિસ્તાનમાં આવેલા જોરદાર ભૂકંપ છતાં એક ન્યૂઝ ચેનલનો એન્કર લાઈવ ન્યૂઝ વાંચતો રહ્યો.

New Update

21 માર્ચની રાત્રે પાકિસ્તાનમાં આવેલા જોરદાર ભૂકંપ છતાં એક ન્યૂઝ ચેનલનો એન્કર લાઈવ ન્યૂઝ વાંચતો રહ્યો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ક્લિપ પાકિસ્તાનના પત્રકાર ઈફ્તિખાર ફિરદૌસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ ક્લિપ પેશાવરની પશ્તો ભાષાની સ્થાનિક ટીવી ચેનલ મહશ્રિક ટીવીની છે.

Advertisment

આ ક્લિપમાં જોઈ શકાય છે કે ભૂકંપના જોરદાર આંચકાને કારણે આખો ન્યૂઝ સ્ટુડિયો ધ્રૂજી રહ્યો છે, પરંતુ ન્યૂઝ એન્કર તેની પરવા કર્યા વિના દર્શકોને લાઈવ ભૂકંપ વિશે માહિતી આપવાનું ચાલુ રાખે છે. કેમેરાએ એન્કરની આસપાસ ફરતી વસ્તુઓ રેકોર્ડ કરી હતી અને તે લાઈવ ટીવી પર જોવા મળી હતી.

39 સેકન્ડના આ વીડિયોમાં એક ન્યૂઝ એન્કર ન્યૂઝ વાંચી રહી છે, ત્યારે જ જોરદાર આંચકા અનુભવાય છે. એન્કરની પાછળનો આખો ન્યૂઝરૂમ જોરદાર આંચકાથી ધ્રૂજી રહ્યો છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે આટલા જોરદાર ધ્રુજારી છતાં એન્કર કોઈપણ ગભરાટ વગર અને પોતાના જીવની પરવા કર્યા વિના સમાચાર લાઈવ વાંચવાનું ચાલુ રાખે છે. ન્યૂઝરૂમમાં હાજર બાકીના લોકો પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે. ભૂકંપ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. લોકો એન્કરની બહાદુરી અને સંયમના વખાણ કરી રહ્યા છે.

Advertisment
Read the Next Article

યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો કર્યો ડ્રોન હુમલો, 40 થી વધુ રશિયન વિમાનો કર્યા નાશ

યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં રશિયાની અંદર સાઇબિરીયામાં એક લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું છે. યુક્રેનિયન

New Update
dron humlo

યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં રશિયાની અંદર સાઇબિરીયામાં એક લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું છે. યુક્રેનિયન ડ્રોન દ્વારા ઓછામાં ઓછા 40 રશિયન વિમાનો પર હુમલો કરવામાં આવ્યો છે.

Advertisment

ઈરકુત્સ્ક  પ્રદેશના રશિયન ગવર્નરે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે યુક્રેનિયન રિમોટ-પાયલટ વિમાને શ્રીદની ગામમાં એક લશ્કરી એકમ પર હુમલો કર્યો, જે સાઇબેરીયામાં આ પ્રકારનો પહેલો હુમલો છે.            

યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનની સુરક્ષા સેવા (SBU) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં રશિયન ફેડરેશનની પાછળ સ્થિત એરપોર્ટ પર 40 થી વધુ રશિયન વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ઓલેન્યા અને બેલાયા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. કિવ ઇન્ડિપેન્ડન્ટના એક અહેવાલમાં, સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે નષ્ટ થયેલા વિમાનોમાં ટીયૂ-95 અને ટીયૂ-22એમ3 બોમ્બર્સ તેમજ ઓછામાં ઓછું એક A-50 એરબોર્ન અર્લી વોર્નિંગ વિમાનનો સમાવેશ થાય છે. આરટીના અહેવાલ મુજબ, લશ્કરી અને નાગરિક પ્રતિક્રિયા ટીમો પહેલાથી જ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે અને ડ્રોન લોન્ચ સોર્સને બ્લોક કરવામાં આવ્યા છે.

Advertisment
Latest Stories