પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલુચ લિબરેશન આર્મીએ 450 મુસાફરોને કર્યા કેદ, 6 સૈનિકોના મોતનો દાવો

બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘટનાની જવાબદારી લીધી છે.100 થી વધુ મુસાફરો આતંકવાદીઓની કેદમાં છે.આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

New Update
Train hijack

પાકિસ્તાનમાં બોલાનમાં ટ્રેન હાઇજેક કરવામાં આવી હતી. બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘટનાની જવાબદારી લીધી છે.100 થી વધુ મુસાફરો આતંકવાદીઓની કેદમાં છે.આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

Advertisment

આ ઘટના ત્યારે બની જ્યારે જાફર એક્સપ્રેસ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી. બલુચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કેઆ ઓપરેશન મશ્કફધાદરબોલાનમાં કરવામાં આવ્યું હતું. જ્યાં તેના લડવૈયાઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી અને ટ્રેનને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

બલુચ લિબરેશન આર્મીના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. BLAએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ પણ સૈન્ય કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેના પરિણામો ભયંકર હશે અને તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ હત્યાઓની જવાબદારી સંપૂર્ણપણે સેનાની રહેશે.

Advertisment
Latest Stories