ઓસ્ટ્રેલિયામાં ભારતના જ બે યુવકોએ ભારતીય વિદ્યાર્થીની કરી હત્યા

ઓસ્ટ્રેલિયામાં બે ભારતીય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એમટેકનો અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યા કરવાનો આરોપ છે.

New Update
ઓસ્ટ્રેલિયામાં ભારતના જ બે યુવકોએ ભારતીય વિદ્યાર્થીની કરી હત્યા

ઓસ્ટ્રેલિયામાં બે ભારતીય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એમટેકનો અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યા કરવાનો આરોપ છે. આરોપી ભાઈઓ અભિજીત અને રોબિન ગાર્ટન છે અને તેઓ હરિયાણાના કરનાલના રહેવાસી છે.તેમની અમેરિકાના ન્યૂ સાઉથ વેલ્સમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નવજીતના સંબંધીએ જણાવ્યું કે 4 દિવસ પહેલા રવિવારે (5 મે) તે ઘરના ભાડાને લઈને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેની થયેલાં ઝઘડાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.આ દરમિયાન એક વિદ્યાર્થીએ તેને છાતીમાં ત્રણ વાર ચાકુ માર્યું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન નવજીતનો મિત્ર શ્રવણ કુમાર પણ ઘાયલ થયો હતો.

Latest Stories