/connect-gujarat/media/media_files/2025/06/22/iran-vs-israel-2025-06-22-12-40-16.jpg)
અમેરિકાની ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એન્ટ્રી થઇ છે. જેમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો -ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન – ને તેના હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલે આ હુમલાઓ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકન કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંઘર્ષ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, ‘આજે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા છે. આ એક એવા દેશ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી છે જે પહેલાથી જ યુદ્ધમાં છે. જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.
તેમણે કહ્યું, આ સંઘર્ષ નિયંત્રણની બહાર જવાનો ભય ઝડપથી વધી રહ્યો છે.જે ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને સમગ્ર વિશ્વ પર વિનાશક અસર કરી શકે છે. હું બધા સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય નિયમો હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરવા અપીલ કરું છું.
યુએનના વડાએ કહ્યું, ‘આ ખૂબ જ સંવેદનશીલ સમયમાં અરાજકતા ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી. તેની માટે રાજદ્વારી ચર્ચા જ એકમાત્ર વિકલ્પ છે.