અમેરિકાએ 19 ભારતીય સહિત અન્ય દેશોની 398 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, રશિયાને યુદ્ધના સાધનો અપાતા હોવાના આરોપ

અમેરિકાએ રશિયા, ચીન, મલેશિયા, થાઈલેન્ડ, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત જેવા એક ડઝનથી વધુ દેશોની 398 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં 19 ભારતીય કંપનીઓ પણ સામેલ

New Update
16 us
Advertisment

અમેરિકાએ રશિયા, ચીન, મલેશિયા, થાઈલેન્ડ, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત જેવા એક ડઝનથી વધુ દેશોની 398 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં 19 ભારતીય કંપનીઓ પણ સામેલ છે. અમેરિકાનો આરોપ છે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદથી આ કંપનીઓ રશિયાને યુદ્ધનો સાધનો આપી રહી છે, જેનો ઉપયોગ રશિયા યુદ્ધમાં કરી રહ્યું છે.

Advertisment

આમાંની મોટાભાગની કંપનીઓ ઇલેક્ટ્રોનિક સાધનોના સપ્લાયર છે; જ્યારે કેટલીક કંપનીઓ એરક્રાફ્ટના પાર્ટસ, મશીન ટૂલ્સ વગેરે પણ સપ્લાય કરે છે.આ અંગે ભારત સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. અમેરિકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, ટ્રેઝરી અને કોમર્સે આ પ્રતિબંધો લગાવ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયાના સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણ કંપનીઓના અનેક વરિષ્ઠ અધિકારીઓ પર રાજદ્વારી પ્રતિબંધો પણ લગાવ્યા છે. તેમના મતે આ પ્રતિબંધનો હેતુ થર્ડ પાર્ટી દેશોને સજા કરવાનો છે.

Latest Stories