આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી લાંબી તિરાડ વચ્ચે ઝડપથી ફેલાતો લાવા...

આઇસલેન્ડના રેકજેનેસ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટવાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

New Update
આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી લાંબી તિરાડ વચ્ચે ઝડપથી ફેલાતો લાવા...

આઇસલેન્ડના રેકજેનેસ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટવાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ આઇસલેન્ડના રેકજેનેસ પેનિનસુલા પર જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે આવેલા ભૂકંપના લગભગ 10:17 કલાક પછી આ વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીમાં તિરાડની લંબાઈ લગભગ 3.5 કિમી છે.

આઇસલેન્ડના રેકજેનેસ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટવાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, આઇસલેન્ડમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી ભૂકંપની ગતિવિધિઓ નોંધાઈ રહી હતી. બાદમાં જ્વાળામુખી ફાટવાની આ ઘટના બની હતી. આ વિસ્ફોટ ગ્રિંડાવિકથી લગભગ 4 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપ બાદ લગભગ 10:17 વાગ્યે વિસ્ફોટ થયો હતો. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે. જ્વાળામુખીમાં તિરાડની લંબાઈ લગભગ 3.5 કિમી છે, જેમાં લાવા લગભગ 100થી 200 ઘન મીટર પ્રતિ સેકન્ડના દરે વહે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રેકજેનેસ પેનિનસુલા પર જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. જે અગાઉના વિસ્ફોટો કરતાં અનેક ગણો મોટો હતો. હાલમાં, વિસ્ફોટના ચોક્કસ સ્થાન અને કદની પુષ્ટિ કરવા માટે એક હેલિકોપ્ટર વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. આઈસલેન્ડના નેશનલ પોલીસ કમિશનરે જણાવ્યું કે, જ્વાળામુખી ફાટ્યા બાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેમજ નાગરિકોને ચેતવણી પણ આપવામાં આવી છે. સત્તાવાળાઓએ લોકોને વિસ્ફોટના સ્થળે ન જવા જણાવ્યું છે. ઇમરજન્સી કર્મચારીઓ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

Latest Stories