/connect-gujarat/media/post_banners/1f3d272d732f0dc393c9b483ab172094636fbfe8b0ad84dbdfc2fe36c235e387.webp)
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગની સતત ચોથી વખત જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રવિવારે મતદાન મથકોની સુરક્ષા માટે લગભગ 8,00,000 પોલીસ, અર્ધલશ્કરી દળો અને પોલીસ સહાયકો દેશભરમાં તૈનાત છે.
ચૂંટણી પહેલા શેખ હસીનાએ ભારત માટે એક સંદેશ શેર કર્યો. ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આપણે (બાંગ્લાદેશ) ભાગ્યશાળી છીએ કે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે. તેમણે 1971માં મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.