Connect Gujarat
દુનિયા

દુબઈમાં 122 કરોડ રૂપિયામાં વેચાઈ વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ.. !

લક્ઝરી કારની સાથે-સાથે વીઆઈપી અને ફેન્સી નંબર પ્લેટ્સનો પણ લોકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળે છે.

દુબઈમાં 122 કરોડ રૂપિયામાં વેચાઈ વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ.. !
X

લક્ઝરી કારની સાથે-સાથે વીઆઈપી અને ફેન્સી નંબર પ્લેટ્સનો પણ લોકોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. લોકો આ ફેન્સી નંબરોની ખરીદી માટે મોટી-મોટી બોલી લગાવે છે. ભારતમાં આરટીઓ ઓફિસ દ્વારા આ નંબરોનું વેચાણ કરવામાં આવે છે. જોકે તાજેતરનો મામલો દુબઈનો છે, જ્યાં વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ વેચાઈ છે. આ બે અક્ષર ધરાવતી નંબર પ્લેટની કિંમતમાં તમે સંખ્યાબંધ ટોયાટો, ફોરચ્યુનર, એસયુવી ખરીદી શકો છો. દુબઈમાં આયોજિત એક હરાજી દરમિયાન એક શખ્સે પોતાની કાર માટે P7 રજિસ્ટ્રેશન પ્લેટ ખરીદી છે. આ નંબર માટે 55 લાખ દિરહમની બોલી લગાવવામાં આવી છે. જે ભારતીય મુદ્રામાં કન્વર્ટ કરવા પર લગભગ 122.5 કરોડ રૂપિયાની આસપાસ થશે. સવા સો કરોડ રૂપિયાની નંબર પ્લેટને આ વર્ષે થનારી હરાજીમાં વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ માનવામાં આવી રહી છે. આ પહેલા બુગાટીના એક કાર માલિકે F1 નંબર પ્લેટને 132 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદી હતી, જેનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાયું છે.

Next Story