ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેતી ખનન મામલે કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડી હતી. બેફામ બનેલાં રેતી માફીયાઓ સામે અવાજ ઉઠાવનારા સાંસદ મનસુખ વસાવાની લોકો પ્રશંસા કરી રહયાં છે તેવામાં ઝઘડીયામાં સાંસદના સમર્થનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

તાજેતરમાં કરજણ તાલુકાના માલોદ ગામ નજીક એક રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો. મામલતદારને જાહેરમાં ગાળો બોલતા હોય તેવો સાંસદનો વિડીયો પણ ખુબ વાયરલ થયો છે. રેતીના ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા. દરમિયાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરુધ્ધ આવેદન આપ્યા હતા. ઝઘડીયા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઝઘડીયા પ્રાંત અધિકારીને સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યું હતું.