અંકલેશ્વર : 3 રસ્તા સર્કલ પાસે હાથરસની રેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ

New Update
અંકલેશ્વર : 3 રસ્તા સર્કલ પાસે હાથરસની રેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ

ઉત્તરપ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષની બાળકી ઉપર જે લોકોએ દુષ્કર્મ આચર્યું ત્યાર બાદ તેની નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી છે. અને તેના પરિવારની જાણ બહાર અને હિન્દૂ રીત રિવાજને ઓળંગીને રાતના સમયે અંતિમવિધિ કરવામાં આવી તેના વિરોધમાં ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આદેશ અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણના માર્ગદર્શન હેઠળ આજે અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે મોંમબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 જે પ્રસંગે વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની, અગ્રણી મગન પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિરોધપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, યુવા કોંગ્રેસ પ્રદેશ મંત્રી સોયેબ શેખ, ઉપેન પરમાર, વિનય પટેલ, પ્રતીક કાયસ્થ, ઇમરાન પટેલ, યોગેન્દ્ર સોલંકી વિગેરે આગેવાનો સહીત કાર્યકરો હાજર રહ્યા હતા.