New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/WhatsApp-Image-2019-04-06-at-2.00.18-PM.jpeg)
વહેલા તે પહેલાના ઘોરણે પણ લિમિટેડ સંખ્યામાં અપાશે પ્રવેશ
આગામી શાળા વેકેશનને ધ્યાને રાખી અંકલેશ્વર જે.એન.પિટિટ લાઇબ્રેરી ખાતે બાળકો માટે ખાસ સમર કેમ્પનું નજીવા દરે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોમાં રહેલ સુશૃપ્ત શકિતઓને બહાર કાઢવા તેમજ બાળકોમાં સંસ્કારના સિંચન સાથે વિવિધ પ્રવૃતિઓમાં નિપુણતા આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, વેસ્ટ માંથી બેસ્ટ, જીવના કૌશલ્ય વિકાસ વિગેરે શિખવાડાશે.
તા.૨૯મી એપ્રીલ ૨૦૧૯ થી પાંચમી મે સુધી સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાનારા આ સમર કેમ્પમાં બાળ્કોના નામ રજીસ્ટર કરવા માટે તમારા બાળકના બે પાસપોર્ટ સાઇઝ ફોટા,બાળકના આધાર કાર્ડની ઝેરોક્ષ,વાલીના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી સાથે અંકલેશ્વર ચૌટાબજાર પોલીસ સ્ટેશન સામે જે.એન.પિટિટ લાઇબ્રેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે એમ જે.એન.પિટિટ લાઇબ્રેરી સંચાલક દ્વારા જણાવાયું છે.
Latest Stories