/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/MURDER-AROPI.jpg)
અંકલેશ્વરના મીરાનગર નજીક અંજનીધારા સોસાયટી પિતરાઈ ભાઈએ પત્ની સાથેના આડા સંબંધોનાં કારણે ભાઈની હત્યા પ્રકરણમાં જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પિતરાઈભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશનાં અને હાલમાં અંકલેશ્વરનાં સારંગપૂર ગામનાં લક્ષ્મણ નગરમાં રહેતા અરૂણેદ્ર ઉર્ફે અરમાન કુશવાહાને નજીક રહેતા તેની ફોઈનો પુત્ર ભરતલાલ જયકરણ કુશવાહની પત્ની સાથે અરૂણેદ્રને આડાસંબંધ હતા.જે અંગેની જાણ ભરતલાલને થતા તેને આ બાબતની રીસ રાખી હતી. તારીખ ૧૪મીની રાત્રે અરૂણેદ્ર નજીક માં જ આવેલ અંજનીધારા સોસાયટીમાં તેના પિતરાઈભાઈ ભરતલાલનાં ઘરે ગયો હતો અને રાત્રે તે ઘરનાં ધાબા પર સુઈ ગયો હતો.
દરમિયાન ભરતલાલે એક મોટો પથ્થર લઈને અરૂણેદ્રનાં માથા પર ઝીંકી દઈ ઘા કરતા રહીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.બાદમાં તેને ધાબા ઉપરથી નીચે જમીન પર અરૂણેદ્રને નીચે ફેંકી દઈને ફરાર થઇ ગયો હતો.આ અંગે ની ફરિયાદ જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનાં ઇન્ચાર્જ પી.આઇ. એન. જી. પાંચાણી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતરાઈભાઈ ભરતલાલની ધરપકડ કરીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.