અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયુ

New Update
અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયુ

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં ઉપક્રમે અંકલેશ્વર ITI ખાતે ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ITIમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ITI ખાતે રાજ્ય સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્ર દ્વારા ITI ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ જગદીશ વસાવા તેમજ ITIનાં આચાર્ય બી.ડી.રાવલ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ITIનાં 300 વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

Latest Stories