New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsad-copy.jpg)
આજરોજ બપોરના સમયે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ફોરવ્હીલ ગાડી બેકાબૂ બની હતી અને ડ્રાઇવર એ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઇક ચાલક ને ગંભીર રીતે ઇજા પહોંચાડી ફોરવ્હીલ ગાડી એક દુકાનમાં ઘુસાડી દીધી હતી.
જેમાં ડ્રાઇવર પોતાની કાર GJ-05-CM-4785 નંબરની ગાડી ઘટના સ્થળે જ છોડી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ બાઇક સવારને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. જેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને દુકાનદારનું ખૂબ મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું. હાલ હજી અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી નથી ત્યારે આ સમગ્ર ઘટનાને જોવા ખૂબ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
Latest Stories