અંકલેશ્વર કોલેજની મહિલા પ્રોફેસર ને 'પથ દર્શક ગૌરવ' સન્માનપત્ર એનાયત કરાયુ

New Update
અંકલેશ્વર કોલેજની મહિલા પ્રોફેસર ને 'પથ દર્શક ગૌરવ' સન્માનપત્ર એનાયત કરાયુ

અંકલેશ્વર કડકિયા કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો.જયશ્રી જે.ચૌધરી ને 'પથ દર્શક ગૌરવ' સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.

લેખક,સંશોધક અને સામાજિક કાર્યકર તેમજ અંકલેશ્વર ની શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો.જયશ્રી જે.ચૌધરી ને અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતેના ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ મીનાબેન પટેલના હસ્તે 'પથ દર્શક ગૌરવ' સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.

ડો.જયશ્રી ચૌધરી ના Gandhian Thought of Chaudhri Region,વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ,ભારતીય આદિમ સંગીત-ચૌધરી લોક કંઠય કથાઓ,વગેરે સંશોધન પુસ્તકો,સી.ડી,આશા વાર્તા સંગ્રહ વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે.

તેઓએ સંશોધન સાહિત્ય અને શિક્ષણ લક્ષી www.jayshreechaudhri.com વેબસાઈડ લોન્ચ કરી છે.તેઓ પોતાના બ્લોગ થકી કવિતા,નવલકથા તથા ઈતર લેખન પણ પ્રગટ કરી રહયા છે.

Latest Stories