અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત

New Update
અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ સફેદ કોલોનીમાં વીજ કરંટ લાગતા યુવાનને સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના કોસમડી ગામ પાસેની સફેદ કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય રાકેશ વિજયસિંગ ગીરાશે પાણીની વીજ મોટર ચાલુ કરી પાણી ભરી રહ્યો હતો. દરમિયાન મોટરનો વીજ કરંટ પાણી મારફતે યુવાને હાથના ભાગે લાગતા તે પડી ગયો. જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories