New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/ank-relwe-aapdhat-03.jpg)
અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે 50 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે આપઘાત કરી લીધો હતો. રેલવે ફાટક નજીક આવેલ નાળા પર ગુજરાત એક્સપ્રેસ આગળ પડતુ મુકનાર મહિલાનાં હાથ પર શારદા લખ્યુ છે.
અંકલેશ્વર માંથી પસાર થતી મુંબઈ થી વડોદરા જતી ગુજરાત એક્સપ્રેસ આગળ 50 વર્ષીય મહિલા ચાલુ ટ્રેન આગળ ગડખોલ પાટીયા ફાટક પાસેનાં કન્ટેનર યાર્ડની પાસે રેલવે નાળા પાસે આપઘાત કરી લીધો હતો.
આ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. મહિલાનાં હાથ પર શારદા કોતરેલ હતું. તેને ગુલાબી રંગનું સ્વેટર અને સાડીનો ભૂખરો પીંછી કલર હતો. પોલીસે 50 વર્ષીય મહીલાએ કયા કારણસર આપઘાત કર્યો તે મહિલા કોણ છે. અને તેના પરિવારજનોની શોધખોળ આરંભી હતી.
Latest Stories