New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/watermark-chas.png)
ગરમી સામે રક્ષણ આપતી છાશ નું નિ:શુલ્ક વિતરણ શરૂ કર્યું.
અંકલેશ્વર જીઆઈડીસી ના માનવ મંદિર ખાતે વડીલોએ કાળઝાળ ગરમીમાં લોકોને આરોગ્ય પ્રદ છાશનું વિતરણ કેન્દ્ર શરૂ કરી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે.
કુટુંબ,સમાજ માં વડીલો નો છાંયડો પરિવારની એકતા અને અખંડતા માટે માર્ગ દર્શક અને પ્રેરણા રૂપ બની રહે છે,અને એવુજ કંઇ અંકલેશ્વર જીઆઈડીસી માં જોવા મળી રહ્યું છે.સ્વાઇન ફ્લુ,ડેન્ગ્યુ કે અન્ય જીવલેણ બિમારી નો વ્યાપ જયારે વધ્યો હતો અને લોકો પણ બિમારી થી બચવા માટે અવનવા તુકકા લગાવી રહ્યા હતા,ત્યારે એક વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2015માં પણ જીઆઈડીસી ના માનવ મંદિર ખાતે સિનિયર સિટીઝન ગ્રુપે ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.અને જેનો લાભ માત્ર જીઆઈડીસી ના રહીશો જ નહિ પરંતુ આસપાસના ગામડા ના લોકોએ પણ લીધો હતો.
ગ્રીષ્મ ની શરૂઆત આક્રમક રીતે થઇ છે અને ગરમી સામે રક્ષણ અને શરીર ને ઠંડક બક્ષતી છાશ નું વિતરણ આ સેવાભાવી વડીલો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે,માનવ મંદિર ખાતે ભગવાન ના દર્શન આવતા ભક્તો પણ વડીલો દ્વારા નિ:શુલ્ક વિતરણ કરાતી છાશ નો પ્યાલો ગટ ગટાવી ને ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે.
આ અંગે સિનિયર સિટીઝન ગ્રુપ માનવ મંદિર ના એક વડીલે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તાર ઉપરાંત ગામડાઓ માંથી લોકોનો ખુબ સારો સહયોગ મળી રહ્યો છે,જેના કારણે વડીલો દ્વારા છાશ નો સેવા યજ્ઞ શરૂ કરીને લોકોને ગરમી માં તૃપ્ત કરી રહ્યા છે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/watermark-chas-1024x576.png)