/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/0045d772-9c61-488c-b479-6aa525aacd7a.jpg)
1200 થી વધુ સાઇકલવીરો કાર્યક્રમમાં લેશે ભાગ
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે બાઇસિકલ કલબ દ્વારા ત્રીજી સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ છે.
બાઈસિકલ ક્લબ દ્વારા વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓનાં સહયોગ થી તારીખ 11મી ફેબ્રુઆરી રવિવારનાં રોજ સવારે 7 કલાકે ત્રીજી સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/9230e9b4-d9ec-44af-b90c-524945a1c608-1024x785.jpg)
જીઆઈડીસીનાં જોગર્સપાર્ક થી આ કાર્યક્રમનો પ્રારંભ થશે, અને જીઆઇડીસીનાં વિવિધ વિસ્તારોમાં સાઇકલવીરો સાઇકલ દોડાવીને સેવ એનર્જી,પર્યાવરણની જાળવણી ઉપરાંત સાઈકલિંગ થી થતા ફાયદો સંદર્ભે લોક જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
બાઇસિકલ કલબનાં નરેશ પુંજારાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગત વર્ષે સાઇક્લોથોનમાં 1000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જયારે આ વર્ષે 1200 થી પણ વધુ સાઇકલવીરો કાર્યક્રમમાં જોડાશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત સાઇક્લોથોનમાં ભરૂચ જિલ્લા કલેકટર સંદિપ સાંગલે,ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ ખાસ ઉપસ્થિત રહીને સાઇકલવીરોને પ્રોત્સાહિત કરશે.