અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે EVM અને VVPAT મશીનનું નિદર્શન યોજાયુ

New Update
અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે EVM અને VVPAT મશીનનું  નિદર્શન યોજાયુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ વખત VVPAT મશીન "વોટર વેરિફાયબર પેપર ઓડીટ ટ્રેઇલ મશીન" નો ઉપયોગ કરવામાં આવનાર છે.

જે મશીનનો ઉપયોગ કેવી રીતે થાય તેમજ મતદાતા મતદાન પૂર્વે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકે તેવા હેતુ માટે ભરૂચ જિલ્લા ચૂંટણી પંચનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ચૂંટણી અધિકારી અને નગરપાલિકાનાં સહયોગ થી સરકારી દવાખાના ખાતે નિદર્શન યોજવામાં આવ્યુ હતુ. publive-imageઆ પ્રસંગે માસ્ટર ટ્રેનર વી.બી. પટોડીયા, અને વી.આર. પટેલ ઉપસ્થિત રહી જરૂરી જાણકારી આપી હતી. ઝોનલ અધિકારી એમ.એમ. વસાવા તેમજ અંકલેશ્વર ચૂંટણી અધિકારીની ઉપસ્થિતમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Latest Stories