અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામેથી જુગાર રમતા ડેપ્યુટી સરપંચ સહિત પાંચ ઝડપાયા,ત્રણ ફરાર

New Update
અંકલેશ્વરનાં જીતાલી ગામનાં આરોગ્ય કેન્દ્ર માંથી લેબનાં સામાનની ચોરી

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની સીમમાં જુગાર રમતા ડેપ્યુટી સરપંચ સહિત પાંચ જુગારીયાઓ ની પોલીસે ધરપકડ કરી હતી.

અંક્લેશ્વર તાલુકાના દઢાલ ગામની સીમમાં જુગારની મહેફીલ જામી હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ સેલે દરોડા પાડયા હતા.જેમાં પત્તાપાનાનો જુગાર રમતા દઢાલ ગામના ડેપ્યુટી સરપંચ મહંમદ શરિગત,અશરફ પટેલ,અજીજ શરિગત,સમીર મુલ્લા અને ગુલામ હનીફના ઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાય ગયા હતા.જયારે ત્રણ જુગારીયાઓ પોલીસને જોઈને ફરાર થઇ ગયા હતા.

પોલીસે પાંચેયની ધરપકડ સાથે રૂપિયા 28,190 રોકડા,6 મોબાઈલ અને 3 બાઈક મળી કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ફરિયાદ દર્જ કરી હતી.

Latest Stories