/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/47693be0-49f7-4f8a-9183-713888e0a61e.jpg)
અંકલેશ્વર નગર પાલિકાનાં શાસકપક્ષની દાદાગીરી અને તાનાશાહી ભર્યા વલણમાં વિરોધપક્ષનો અવાજ વારંવાર દબાવી દેવામાં આવતો હોવાનાં આક્ષેપો સાથે યુથ કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.
અંકલેશ્વર નગર પાલિકાનાં શાસકપક્ષની આવી નીતિઓનાં પરિણામ સ્વરૂપ વિરોધપક્ષ શાસિત વોર્ડ ન.9માં નવા કામો તો દૂર પરંતુ જુના મંજુર થયેલા કામોમાં પણ રાજકીય કિન્નાખોરી રાખી વિલંબ કરાય રહ્યો હોવાનાં આક્ષેપો આવેદન પત્રમાં કરવામાં આવ્યા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/10/03ecc09e-336a-445b-b2ad-b7d8e03759a2-1024x768.jpg)
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી નગરપાલિકાનાં શાસકોનાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ, અને દરેક વોર્ડને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી.
જે પ્રસંગે શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુવા પ્રમુખ ભરત પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસનાં મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિરોધ પક્ષનાં દંડક શરીફ કાનૂગા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, સુનિલ વસાવા, હરેશ વસાવા, ધર્મેન્દ્રસિંહ સાંગલોત, મનુ સોલંકી, અફઝલ શેખ, અરુણ વસાવા, તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.