અંકલેશ્વર નર્મદા નદીમાંથી બાળકીનો ડિકમ્પોઝ મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

New Update
અંકલેશ્વર નર્મદા નદીમાંથી બાળકીનો ડિકમ્પોઝ મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા નર્મદા નદીના કિનારેથી અત્યંત વિકૃત અવસ્થામાં એક બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામના નર્મદા નદીના કાંઠે સ્થાનિકો એ એક અજાણી બાળકીનો મૃતદેહ ડિકમ્પોઝ અવસ્થામાં જોયો હતો,જે અંગે શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવીને બાળકીનો મૃતદેહ કબ્જે લઈને તપાસ હાથધરી હતી.નર્મદાપોલીસની પ્રાથમિક તપાસમાં આ અજાણી બાળકી ચાર થી પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યુ છે,પરંતુ મૃતદેહ અત્યંત ડિકમ્પોઝ હોવાના કારણે મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે પડકાર રૂપ બની ગયુ છે.

હાલ શહેર પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને તેની ઓળખ વિધિના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories