/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vlcsnap-2019-07-29-18h51m10s19.png)
- કુમાર કન્ટેનર કંપનીમાં 23 વર્ષીય કામદારનું નીપજયું હતું મોત
- પરપ્રાંતીય યુવકના મોત મામલે તપાસ કરવા કરાઇ માંગ
- કામદાર સમાજ આગેવાન રજનીશ સિંગે કલેક્ટરને પત્ર લખી કરી માંગ
- આફરોઝ અહમદ નામના વ્યક્તિના મોત મામલે અનેક શંકાકુશંકા
પાનોલી જીઆઇડીસી માં આવેલ કુમાર કન્ટેનર કંપનીમાં કરંટ લાગતાં મોતને ભેટેલ પરપ્રાંતીય કામદારને લઈને કોઈ કાર્યવાહી ન થતાં કામદાર સમાજ આગેવાન દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.
ગુજરાતનું મુખ્ય ઇંડસ્ટ્રિયલ હબ ગણાતા એવા અંકલેશ્વરમાં કામ અર્થે બહાર રાજ્યો અનેક યુવકો આવતા હોય છે. અંકલેશ્વર જીઆઇડીસી માં મોટા પ્રમાણે કંપનીઓ અને ફેક્ટરીઓ આવેલી છે. જેમાં રોજી રોટી રળવા પરપ્રાંતીય કામદારો આવે છે અને અહી વસવાટ કરી રોજગારી મેળવે છે. અને પોતાના પરિવારોનું ગુજરાન ચલાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માં આવેલ કુમાર કન્ટેનર નામની કંપનીમાં કામ કરતાં એક નિર્દોષ કામદારનું વીજ કરંટ લગતા કંપનીમાં જ મૃત્યુ થયું હતું. પરંતુ કામોની દ્વારા આ મૃત્યુ અંગે પોલીસ સ્ટેશન, ફેક્ટરી ઈન્સ્પેકટર કે અન્ય કોઈ પણ સરકારી અધિકારી કે લગતા વળગતાને જાણ કરવામાં આવી નથી. ત્યારે ક્યા કારણસર કંપની માલિકે કોઈ પણ સંસ્થાને જાણ કરી નથી તેવા સવાલ સાથે કંપની સામે અનેક શંકાઓ ઊભી થઈ છે.
એટલું જ નહીં મૃતકના પરિવાર દ્વારા પણ કેમ કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવા માંગ નહીં કરાઇ તેના પર પણ શંકા ઊભી થવા પામી છે. શું કામદારના પરિવાર પર કંપની માલિક દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું કે કોઈ ધાકધમકી અપાઈ હતી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેમજ કામદાર આફરોઝ અહમદની ડેડબોડી વગર પીએમ એ ગુજરાત થી યુપી કઈ રીતે મોકઌ દેવામાં આવી તેવા આપણ આરોપો સાથે તપાસની માંગણી કામદાર સમાજ આગેવાન રજનીશ સિંગ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી કરાઇ છે.
આવેદનમાં આ સમગ્ર ઘટનાને મોટો ગુનો ગણાવવામાં આવ્યો છે અને લખ્યું છે કંપની માલિકની બેદરકારીના લીધે એક 23 વર્ષીય કંદરે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને કંપની માલિક દ્વારા કોઈ પણ ફરિયાદ કે જાણ પોલીસ સ્ટેશનમાં કે સરકારી અધિકારીને નથી કરાઇ એ એક ખુબજ મોટો ગુનો છે. અને આ ગુનાકીય ઘટનામાં સંડોવાયેલા તમામ પર કડક કાર્યવાહી અને સજા થાય તેવી માંગ કરી હતી.