અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી સર્જાઈ છે.
વરસાદી માહોલ વચ્ચે પાનોલી જીઆઇડીસી સ્થિત પાર્થ કેમિકલમાં ભયાનક આગ ફાટી નીકળી છે. રાતના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. આગે વિકરાળ સ્વરૂપ લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. જો કે આ આગ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.