New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Water-Pollution.jpg)
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર માં પ્રદુષણ ની માત્ર વધતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આકરા પગલાં ભર્યા છે.
પ્રદુષિત પાણી ની માત્રમાં જીપીસીબીના નિયમનું પાલન ના થતું હોવાના કારણે જીપીસીબી દ્વારા એનસીટીને પણ દિશા નિર્દેશ આપી જરૂરી સુધારા વધારા કરી પ્રદુષિત પાણી નોમ્સ પ્રમાણે નિકાલ કરવા ના મુદ્દે ક્લોઝર આપી છે. એટલુંજ નહિ પરંતુ પ્રદુષણના મુદ્દે છેલ્લા 2 મહિનામાં 94 કંપની સામે જીપીસીબી એ અત્યંત કડક પગલાં ભર્યા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/ank-aamlakhadi-pradushit-paani-01-1024x576.jpg)
છેલ્લા 2 મહિનામાં પ્રદુષણના મુદ્દે અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક કચેરી દ્વારા 16 કંપનીને ક્લોઝર આપ્યા છે. તો 13 કંપનીને નોટીશ ઓફ ડાયરેક્સન ક્લોઝર આપ્યા છે તો 65 જેટલી કંપનીને શો કોઝ નોટીશ પણ ફટકારી છે.
Latest Stories