/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/maxresdefault-13.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી એ.આઈ.એ હોલ ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં હેઝાર્ડસ્ટ ટ્રાન્સપ્રોસ્ટ્રેશન, રોડ સેફટી, અને સુરક્ષિત ટ્રાન્સપ્રોસ્ટ્રેશન અંગે 3 પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતુ.
ભરૂચ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જીઆઇડીસી એ.આઈ.એ સંકુલ ખાતે બેલ હોલમાં હેઝાર્ડસ્ટ ટ્રાન્સપ્રોસ્ટ્રેશન પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
જેમાં એ.ઈ.પી.એસનાં ચેરમને અતુલ બુચ, તેમજ ઉપ પ્રમુખ કે શ્રીવત્સન દ્વારા ઉદ્યોગોમાં કેમિકલ ભરેલ ટ્રકો, કન્ટેનરો, ટેન્કરોના ટ્રાન્સપ્રોસ્ટ્રેશન પર સુરક્ષા પગલા અને રાખવી પડતી તકેદારી અંગે જાણકારી આપી હતી.
જ્યારે એ.આર.ટી.ઓ દ્વારા પણ આ મુદ્દે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે એ.આઈ.એ. પ્રમુખ મહેશ પટેલ, અંકલેશ્વર ડી.વાય.એસ.પી એલ.એ.ઝાલા, બી.ટી.ઈ.ટી ના પ્રમુખ અનીશ પરીખ જીઆઇડીસી પી.આઈ.આર.કે ધુળીયા ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.ટી.ઈ.ટીનાં ટ્રસ્ટ્રી ઋષિ દવેએ કર્યુ હતુ.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટર, વાહન ચાલકો. તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.