/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsad-5.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર કો અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તા. ૨૦મીના રોજ ૧૧ કલાકે વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત ઉ.વર્ષ.૪૦ રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ, બાપુનગર રોડ થી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અદફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વિજયસિંગનું મોતા નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજ્પૂતની ફરિયાદ નોંધી.અકસ્માત મોત ગુનો દાખલ કરી મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નીપજાવી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે.