અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં, 46 દીકરી એસ.એસ.સી પરીક્ષા પાસ કરી

New Update
અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં, 46 દીકરી એસ.એસ.સી પરીક્ષા પાસ કરી

અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં વધુ 46 દીકરી એસ.એસ.સી પરીક્ષા પાસ કરી છે. રોટરી ક્લબ દ્વારા અભ્યાસ છોડી દીધેલી દીકરી માટે ફરી અભ્યાસ સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટ હેઠળ પરીક્ષા પાસ કરનાર 46 દીકરીઓને પણ સર્ટિફિકેટ અને પ્રમાણ પાત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા 3 વર્ષ પૂર્વે તત્કાલીન રોટરી પ્રમુખ મીરાંબેન પંજાવાણીના સમયકાળ દરમિયાન રોટરી ક્લબ દ્વારા અન્ય એક પ્રોજકેટ એવા જે દીકરી શાળા અભ્યાસ કોઈ કારણસર છોડી દીધો હોય તેવી બહેન-દીકરી કે પછી પરણિતા હોય તેમનો પ્રોજેક્ટ ચેરમેન મનીષ શ્રોફ અને નરેન્દ્ર ભટ્ટ દ્વારા સંસ્થાની મદદ થી ઝગડીયા, વાલિયા, હાંસોટ અને અંકલેશ્વર વિવિધ ગામો સર્વે કરી 250 વધુ બહેનો સમજાવી હતી. જે પૈકી 112 બહેનો પરીક્ષા ટ્રેનિંગ આપી તેમને પરીક્ષા આપી હતી જેમાં 36 બહેનો પરીક્ષા પાસ કરી હતી.

ત્યારબાદ બીજા તબક્કામાં આ પ્રોજેક્ટ અંતર્ગત 56 જેટલી બહેનો ભાગ લઇ પરીક્ષા આપી હતી જે પૈકી 46 જેટલી બહેનો પરીક્ષા પાસ કરી છે. રોટરી ઇન્ટનેશનલ, ઝગડીયા ઉદ્યોગ મંડળ અને ઓ.એન.જી.સીના આર્થિક સહયોગ થી આ દીકરી ભણવામાં આવી હતી. જેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગત રોજ યોજાયો હતો જેમાં રોટરી ઇન્ટનેશનલના પૂર્વ પ્રમુખ કલ્યાણ બેનર્જી, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આંદ્રે, એસ.ડી.એમ ઝગડીયા વરુણકુમાર, ટી.ડી.ઓ અંકલેશ્વર વનિતા પટેલ, જિલ્લા પ્રથામિક શિક્ષણાધિકરી તેમજ ઝગડીયા ઉદ્યોગ મંડળ પ્રમુખ અશોક પંજવાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ મહેમાનો સ્વાગત રોટરી પ્રમુખ રામચંદ્ર માને કર્યું હતું તો પોગ્રામનું સફળ સંચાલન રોટેરીયન જીનેદ્ર કોઠરી અને નરેન્દ્ર ભટ્ટએ કર્યું હતું.

પૂર્વ ઇન્ટરનેશનલ પ્રમુખ કલ્યાણ બેનર્જી અંકલેશ્વર રોટરી ક્લબ કામગીરી બિરદાવી તેમના નવતર અભિગમ વધાવ્યું હતું. તો મીરાંબેન પંજવાણીએ પ્રોજેટ્કની રૂપરેખા આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આંદ્રે ફરી અભ્યાસ માટે બહેનોને જે વાતવરણ ઉભું થયું છે. તેનાથી અન્ય બહેનો પણ પ્રેણના મળશે અને તેવો પણ પોતાનો અભ્યાસ કરી શકશે. આ પ્રસંગે પાસ થનાર બહેનો પોતાના અનુભવો પણ વાગોળ્યા હતા.

Latest Stories