/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sdfsdfdsf-1.jpg)
અંકલેશ્વરની રોશન પાર્ક સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વારંવાર દુષિત પાણી થી છલકાતી કાંસ પરત્વે પાલિકા અનદેખીથી રહીશોમાં આક્રોશ ફેલાયો છે. અનેકવાર રજુઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી. પમ્પીંગ સ્ટેશન બંધ થતા દુષિત પાણી રોશનપાર્ક સોસાયટીમાં બેક મારે છે.ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે બીમારીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્વચ્છતા પ્રત્યે કરોડોનો ધુમાડો કરનાર અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું જોવા મળી રહ્યું છે. ગંદકી થી ખદબદતી વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી પમ્પીંગ સ્ટેશન બંધ થતા રોશન પાર્ક વિસ્તારમાં પરત આવી રહ્યું છે. જેને લઇ મચ્છર અને ગંદકીનો ઉપદ્રવ વધ્યો છે. અને લોકો બીમાર પડી રહ્યા છે. વારંવાર આ વરસાદી ખુલ્લી કાન્સ બાબતે સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છતાં માત્ર જોઈને પરત ફરી જતા પાલિકાના અધિકારીઓ સામે આખરે લોકો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. અને જો આગામી 3 ટૂંકા સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ નહિ આવવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.