અંકલેશ્વર: શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ

New Update
અંકલેશ્વર: શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના ગોપાલ નગર પાસે ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આયોધ્યા નગર-2 સોસાયટીમાં રહેતા બ્રીજકિશોર વિશ્વકર્મા શનિવારના રોજ ગોપલનગર બસ સ્ટેન્ડ નજીક ભરાતા શનિવારી બજારમાં ગયા હતા. દરમિયાન તેમના શર્ટના ખિસ્સામાંથી પાકીટ તથા મોબાઈલની ચોરી કરી કોઈ ચોરી ફરાર થઇ ગયો હતો.

તેઓએ આ બનાવ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ૧૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પાકીટ અને ફોનની ચોરી કરનાર સુરતના કોસાડ ખાતે રહેતા સલમાન મહેમુદ પટેલ અને અનીશ સબીર શેખને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories