/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/20181124_101631-e1543043069803.jpg)
MHRD,NCERT New Delhi તથા RMSA ગાંધીનગર દ્વારા યોજાયો કલા મહોત્સવ
અંક્લેશ્વરની શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે તા.૨૪/૧૧/૨૦૧૮ન રોજ MHRD,NCERT New Delhi તથા RMSA ગાંધીનગર દ્વારા આયોજીત ગુજરાત રાજય ઘો.૧થી ૧૨માં ભણતાં સરકારી,ગ્રાન્ટેડ-નોન ગ્રાંન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું.
આ કલા મહોત્સવમાં ભરૂચ જિલ્લાના ૯ તાલુકાના કુલ ૪૦ જેટલા વિદ્યાર્થીઓદ્યાર્થીઓએવાદ્યસંગીત,હળવું કંઠ્ય સંગીત,લોક નૃત્ય અને ચિત્રકળા જેવી વિવિધ કલાઓ ઉત્સાહભેર રજૂ કરી હતી. આ કલા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શિક્ષણાધિકારી નૈષદ મકવાણાએ સ્થાન દિપાવ્યું હતું.જયારે પ્રાસંગિક ઉદ્દબોધન ઇ.આઇ. સંગીતાબેન મિસ્ત્રીએ કર્યું હતું.
આ પ્રસંગે સંસ્કારદીપ શાળાના માનદમંત્રી હિતેન્દ્રભાઇ આનંદપુરા,કેમ્પસ ડાયરેકટર સુધાબેન વડગામા તેમજ શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા રૂપા અનીલભાઇ નેવેએ કર્યું હતું.