New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-143.jpg)
અંકલેશ્વરનાં રામકુંડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહમિલન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રામકુંડ તીર્થ ક્ષેત્રનાં મહંત ગંગાદાસ બાપુ,ચેનલ નર્મદાનાં ડિરેક્ટર હરીશ જોષી, વિન્ધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટનાં જે.જે.શુકલા, ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનનાં ચેરમેન સુનિલ ભટ્ટ,સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચનાં પ્રમુખ લલિત શર્મા, પરશુરામ કો.ઓ.મંડળી લી.નાં ચેરમેન રજનીકાંત રાવલ સહિતનાં સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત આગેવાનોએ સમાજનાં બાળકોમાં શિક્ષણ સહિતની બાબાતો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
Latest Stories