અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે રાહત દરે કાર્ડિયાક ચેકઅપ કેમ્પનું આયોજન

New Update
અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે રાહત દરે કાર્ડિયાક ચેકઅપ કેમ્પનું આયોજન

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાહત દરે 15 દિવસીય કાર્ડિયાક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. 15 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી ચાલનારા કેમ્પમાં પ્રથમ 4 દિવસ 70 થી વધુ દર્દીઓએ લાભ લીધો છે.

અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ દ્વારા તારીખ15મી ડિસેમ્બર થી કાર્ડિયાક ચેકઅપ કેમ્પ રાહત દરે યોજવામાં આવ્યો છે. હૃદયની સંપૂર્ણ તપાસનું રાહત દરે ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

જેમાં ઉંચાઈ, વજન, બી.એમ.આઈ., બ્લડ પ્રેસર, બ્લડ સુગર, લિપિડ પ્રોફાઈલ, ઈ.સી.જી. ઇકો કાર્ડિયોગ્રાફી, ટી.એમ.ટી તેમજ ર્કાડિયોલોજિસ્ટ તબીબ તપાસ તેમજ ડાયટ કન્સલ્ટેશન કરવામાં આવી રહ્યુ છે.

જ્યારે કોરીનરી એન્જીયોગ્રાફી પણ રાહત દરે કરવામાં આવી રહી છે. નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ અને હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ ડો. રાજીવ ખરવર દ્વારા ધનિષ્ઠ સારવાર કરવામાં આવે છે.

Latest Stories